सर्वे सन्तु निरामयाः। (આયુર્વેદ દિવસ વિશેષ)

આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ! આમ તો દરેક ભારતીય આયુર્વેદને જાણે છે, રોજબરોજના જીવનમાં આયુર્વેદના સિદ્ધાંતોને જાણેઅજાણે અપનાવે છે! પણ શું તમે જાણો છો આ આયુર્વેદ ક્યાંથી આવ્યું? દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. અને એ સમુદ્રમંથનના ફળ સ્વરૂપે અમૃત કળશ લઈને અવતર્યા ભગવાન ધન્વંતરિ અને સાથે લાવ્યા શાશ્વત અને પુણ્યકારી એવું આયુર્વેદ! આજે ધનતેરસ એટલે ધન્વંતરિ જયંતિ. આયુર્વેદ એ માત્ર ચિકિત્સા પદ્ધત્તિ નથી પણ જેના આધારે આખું જીવન જીવી શકાય એવું શાસ્ત્ર છે. આયુર્વેદ સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું અને રોગીને નિરોગી કેવી રીતે બનાવવું એ તો સમજાવે જ છે પણ સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ સુધી દોરી જાય છે. આયુર્વેદમાં દિનચર્યા, ઋતુચર્યા, વેગધારણ જેવા વિશેષ કોન્સેપ્ટ છે જેને હવે આધુનિક વિશ્વ ધીરે ધીરે સ્વીકારી રહ્યું છે. આયુર્વેદને લઈને લોકોમાં ઘણી માન્યતાઓ છે. જેમકે, આયુર્વેદની દવાઓ આડઅસર કરે નહિ. આયુર્વેદ તો જૂના રોગો માટે છે. આયુર્વેદથી રોગ જડમૂળથી નીકળી જ જાય. દાદીમાનાં નુસખા વગેરે જ આયુર્વેદ છે. અને આવું તો ઘણું બધું. પણ હકીકતમાં આયુર્વેદની દવાઓ પણ આડઅસર કરે છે. (જો જાતે જ, ...