Posts

Showing posts from February, 2025

પંચકર્મ શું છે?

Image
પંચકર્મ શું છે?           પંચકર્મ આયુર્વેદની એક વિશિષ્ટ પ્રકારની સારવારની રીત છે. સામાન્ય રીતે કોઇ પણ રોગ માં આપણે દવાઓ લઇએ છીએ, કે જે દવાઓથી તે રોગના કારણરૂપ કચરો ધીમે ધીમે શરીરમાં ઓછો થાય છે. જ્યારે પંચકર્મ સારવાર વડે એ કચરો એકીસાથે શરીરની બહાર કાઢી નાખવામાં આવે છે. જેવી રીતે મેલા કપડાને ધોવાથી તેમાં રહેલા ડાઘ – અશુદ્ધિઓ દૂર થઇ જાય તેવી જ રીતે પંચકર્મથી શરીરની સાફસફાઇથી શરીરની અંદર રહેલ કચરો દૂર થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાયુ-પિત્ત-કફ એ રોગ કરનારા કારણોમાં મુખ્ય છે, આ ત્રણેયને દોષ કહેવામાં આવેલ છે. આ દોષોના મુખ્ય સ્થાન રૂપ જે ભાગ કહ્યા છે, તે ભાગમાંથી પંચકર્મ દ્વારા તે દોષને દૂર કરવામાં આવે છે. વમન: ઊલટી દ્વારા વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા  વિરેચન: ઝાડા દ્વારા વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા બસ્તી: મળમાર્ગ વાટે ઔષધીય દ્રવ્ય શરીરમાં દાખલ કરીને વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા  નસ્ય: નાક વાટે ઔષધીય દ્રવ્ય શરીરમાં દાખલ કરીને વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા રક્તમોક્ષણ: લોહીમાં વધેલા દોષોને વિવિધ રીતે દૂર કરવાની પ્રક્રિયા રોગ કેવી રી...