આયુર્વેદ શું છે?

આયુર્વેદ શું છે? સામાન્ય રીતે કોઈ ભારતીય આયુર્વેદથી અજાણ નહીં હોય. આયુર્વેદ આદિકાળથી ચાલ્યું આવતું ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. આયુર્વેદના અત્યારે ઉપલબ્ધ ગ્રંથો પણ આસરે ૫૦૦૦ વર્ષ પૂર્વે લખાયા છે. આયુર્વેદ શબ્દ સંસ્કૃત ભાષાના બે શબ્દો आयुः અને वेद ના સંયોગથી સર્જાયો છે. आयुः એટલે જીવન वेद એટલે વિજ્ઞાન આયુર્વેદ એટલે જીવનનું વિજ્ઞાન જીવન કેવી રીતે જીવવું? એ કળાને ઉજાગર કરતું વિજ્ઞાન એટલે આયુર્વેદ. કેવી રીતે નીરોગી રહેવું, કેવી રીતે રોગોમાંથી મુક્તિ મેળવવી, કેવી રીતે મોક્ષ મેળવવું આ દરેક પ્રશ્નો નો ઉત્તર એટલે આયુર્વેદ. આયુર્વેદ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની પણ વાત કરે છે. ટૂંકમાં આયુર્વેદ એટલે શરીર, મન અને આત્માને સંતુલનમાં રાખીને જીવન જીવતાં શીખવું વિજ્ઞાન. ડૉ. વિશાલ કે. મોતા કન્સલ્ટિંગ આયુર્વેદ પંચકર્મ ફીઝિશિયન, નાડી ચિકિત્સક, પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ Appointment: 90995 87627