આયુર્વેદ કે નુસખાઓ?


બહુ બધા લોકોના મનમાં સવાલ હોય છે કે, "આયુર્વેદમાં જે પ્રયોગ અને નુસખા આપ્યા છે એ કરાય કે નહિ?"

જવાબ

આયુર્વેદની સંહિતાઓમાં કોઈ જ પ્રયોગ આપ્યા નથી. એ સનાતન સત્ય અને સાબિત થયેલા અને સાબિત કરેલા વૈજ્ઞાનિક ઉપાય છે જે શરીર, મન અને આત્માને સ્વસ્થ રાખે છે.
હવે વાત કરીએ પ્રયોગ ની,

- આયુર્વેદના નામ થી લખાયેલ પુસ્તકો
(જે માત્ર ચીલાચાલુ નુસખાઓ કહે છે,આયુર્વેદ સાથે કોઈ લેવા દેવા નથી.)

- યુટ્યુબ પર ની વિવિધ ચેનલ
(જેમાં બોલનાર વ્યક્તિને તમને સાંભળવું ગમે એવી વાત કરવામાં જ રસ છે. એ પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ પણ ભેળ કે ખીચડી ખવડાવી દે છે)

- આયુર્વેદના સ્ટોર પરના વ્યક્તિની સલાહ
(એમને પોતાની પ્રોડક્ટ વેચવામાં વધારે રસ હોય અને વધારે મર્જીન વાળી દવાઓ પધરાવવામાં પાવરધા હોઈ શકે)

- હું બહુ આયુર્વેદ જાણું છું એવું માનનારા ઊટવૈદ્યની સલાહ
(આવા લોકોના કારણે કમરના દુઃખાવા જેવી સામાન્ય બીમારી નાં કોમ્પલિકેશન (ઉપદ્રવ) સ્વરૂપે પેરાલિસિસ(લકવો) થયો હોય એવા દર્દી પણ જોયા છે)

- પેલાને આવું કરવાથી સારું થયું તો મને પણ થશે
(એક ટ્રાય કરવાની વાત)

- વોટ્સ એપ કે અન્ય સોશીયલ મીડિયામાં કરેલા લખાણ
(જેમાં લખનાર કોઈ પણ ડોક્ટર કે વૈદ્યનું નામ જોડી દે છે)
અને આવી અનેક સલાહ...

આ બધા પ્રયોગ છે
આ આયુર્વેદ નથી.

ફરીથી કહું છું કે આયુર્વેદના ડૉક્ટર (વૈદ્ય)ની પાસે યોગ્ય નિદાન કરાવ્યા વિના લીધેલી કોઈ પણ ઔષધિ કે ઘરઘથ્થુ ઉપચાર એ આયુર્વેદ નથી. આવા પ્રયોગથી ફાયદો ન થાય ત્યારે આયુર્વેદનું નામ જોડી દેવું નહિ. એવો કોઈ જ આગ્રહ ન રાખવો કે મે આયુર્વેદનું બહુ અનુસરણ કર્યું છે.અને એવા વહેમમાં તો કદાપિ ન રહેવું કે તમે આયુર્વેદિક દવા લઈ રહ્યા છો.

તમે જાતે તમારું નિદાન કર્યું છે અને તમે જાતે ઔષધ નક્કી કર્યું છે.તમે તમારી જાત પર માત્ર અને માત્ર પ્રયોગ જ કરી રહ્યા છો અને એમાં થતાં નફા કે નુકસાનની જવાબદારી માત્ર અને માત્ર તમારી જ છે.એમાં આયુર્વેદ ને દોષ દેવો નહિ.

જય આયુર્વેદ

Comments

Post a Comment

Popular posts from this blog

પંચકર્મ શું છે?

આયુર્વેદ શું છે?

Drumstick or Magic stick?