Posts

Drumstick or Magic stick?

Image
      आजकल सहिजन (સરગવો) को सुपर फूड के जैसे उपयोग में लिया जाता है। जैसे ये drumstick न हो कर magic stick हो। इसके पाउडर एवं टेबलेट्स अत्यंत लोकप्रिय हैं। बच्चा बच्चा इसके बीज, छाल एवं पत्तों के बारे में जानता है। पर आयुर्वेद के नाम से बेची जा रही इस औषधि के बारे में आयुर्वेद क्या कहता है ये आप जानते हैं? क्या सच में सहिजन (સરગવો) सुपर फूड है?  क्या सच में इसे हररोज खाना चाहिए?   अगर न्यूट्रिशनिस्ट की मानो तो इसमें बोहोत सारे विटामिंस एवं मिनरल्स हैं। एंटीऑक्सिडेंट एवं एंटीडायाबीटीक है। इससे ताकत बढ़ती है, दांत एवं हड्डियां मजबूत होती हैं, जीम जाने वाले लोगों की मांसपेशियां मजबूत होती हैं। इसमें भरपूर प्रोटीन होता है।   पर पर पर...   इस सुपर फूड को आचार्य भावप्रकाश अपने निघंटु में गुडूच्यादी वर्ग में लिखते हैं। मतलब आयुर्वेद तो इसे औषधि मानता है!! सिर्फ फूड नहीं, उससे कहीं ज्यादा।   आयुर्वेद के मतानुसार सहीजन कटु रसात्मक होता है, उसका विपाक भी कटु है, स्वभाव से तीक्ष्ण एवं उष्ण है। तो कफ एवं वात दोष को तो कम करेगा पर ये पित्त एवं रक्त दोष को बढ़ा...

પંચકર્મ શું છે?

Image
પંચકર્મ શું છે?           પંચકર્મ આયુર્વેદની એક વિશિષ્ટ પ્રકારની સારવારની રીત છે. સામાન્ય રીતે કોઇ પણ રોગ માં આપણે દવાઓ લઇએ છીએ, કે જે દવાઓથી તે રોગના કારણરૂપ કચરો ધીમે ધીમે શરીરમાં ઓછો થાય છે. જ્યારે પંચકર્મ સારવાર વડે એ કચરો એકીસાથે શરીરની બહાર કાઢી નાખવામાં આવે છે. જેવી રીતે મેલા કપડાને ધોવાથી તેમાં રહેલા ડાઘ – અશુદ્ધિઓ દૂર થઇ જાય તેવી જ રીતે પંચકર્મથી શરીરની સાફસફાઇથી શરીરની અંદર રહેલ કચરો દૂર થઇ જાય છે. આયુર્વેદ મુજબ વાયુ-પિત્ત-કફ એ રોગ કરનારા કારણોમાં મુખ્ય છે, આ ત્રણેયને દોષ કહેવામાં આવેલ છે. આ દોષોના મુખ્ય સ્થાન રૂપ જે ભાગ કહ્યા છે, તે ભાગમાંથી પંચકર્મ દ્વારા તે દોષને દૂર કરવામાં આવે છે. વમન: ઊલટી દ્વારા વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા  વિરેચન: ઝાડા દ્વારા વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા બસ્તી: મળમાર્ગ વાટે ઔષધીય દ્રવ્ય શરીરમાં દાખલ કરીને વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા  નસ્ય: નાક વાટે ઔષધીય દ્રવ્ય શરીરમાં દાખલ કરીને વધેલા દોષોને બહાર કાઢવાની પ્રક્રિયા રક્તમોક્ષણ: લોહીમાં વધેલા દોષોને વિવિધ રીતે દૂર કરવાની પ્રક્રિયા રોગ કેવી રી...

આયુર્વેદ શું છે?

Image
આયુર્વેદ શું છે? સામાન્ય રીતે કોઈ ભારતીય આયુર્વેદથી અજાણ નહીં હોય. આયુર્વેદ આદિકાળથી ચાલ્યું આવતું ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. આયુર્વેદના અત્યારે ઉપલબ્ધ ગ્રંથો પણ આસરે ૫૦૦૦ વર્ષ પૂર્વે લખાયા છે. આયુર્વેદ શબ્દ સંસ્કૃત ભાષાના બે શબ્દો आयुः અને वेद ના સંયોગથી સર્જાયો છે. आयुः એટલે જીવન वेद એટલે વિજ્ઞાન આયુર્વેદ એટલે જીવનનું વિજ્ઞાન જીવન કેવી રીતે જીવવું? એ કળાને ઉજાગર કરતું વિજ્ઞાન એટલે આયુર્વેદ. કેવી રીતે નીરોગી રહેવું, કેવી રીતે રોગોમાંથી મુક્તિ મેળવવી, કેવી રીતે મોક્ષ મેળવવું આ દરેક પ્રશ્નો નો ઉત્તર એટલે આયુર્વેદ. આયુર્વેદ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની પણ વાત કરે છે. ટૂંકમાં આયુર્વેદ એટલે શરીર, મન અને આત્માને સંતુલનમાં રાખીને જીવન જીવતાં શીખવું વિજ્ઞાન. ડૉ. વિશાલ કે. મોતા કન્સલ્ટિંગ આયુર્વેદ પંચકર્મ ફીઝિશિયન, નાડી ચિકિત્સક, પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ  Appointment: 90995 87627

सर्वे सन्तु निरामयाः। (આયુર્વેદ દિવસ વિશેષ)

Image
આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ! આમ તો દરેક ભારતીય આયુર્વેદને જાણે છે, રોજબરોજના જીવનમાં આયુર્વેદના સિદ્ધાંતોને જાણેઅજાણે અપનાવે છે! પણ શું તમે જાણો છો આ આયુર્વેદ ક્યાંથી આવ્યું? દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું. અને એ સમુદ્રમંથનના ફળ સ્વરૂપે અમૃત કળશ લઈને અવતર્યા ભગવાન ધન્વંતરિ અને સાથે લાવ્યા શાશ્વત અને પુણ્યકારી એવું આયુર્વેદ! આજે ધનતેરસ એટલે ધન્વંતરિ જયંતિ. આયુર્વેદ એ માત્ર ચિકિત્સા પદ્ધત્તિ નથી પણ જેના આધારે આખું જીવન જીવી શકાય એવું શાસ્ત્ર છે. આયુર્વેદ સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું અને રોગીને નિરોગી કેવી રીતે બનાવવું એ તો સમજાવે જ છે પણ સાથે સાથે ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ સુધી દોરી જાય છે. આયુર્વેદમાં દિનચર્યા, ઋતુચર્યા, વેગધારણ જેવા વિશેષ કોન્સેપ્ટ છે જેને હવે આધુનિક વિશ્વ ધીરે ધીરે સ્વીકારી રહ્યું છે. આયુર્વેદને લઈને લોકોમાં ઘણી માન્યતાઓ છે. જેમકે, આયુર્વેદની દવાઓ આડઅસર કરે નહિ. આયુર્વેદ તો જૂના રોગો માટે છે. આયુર્વેદથી રોગ જડમૂળથી નીકળી જ જાય. દાદીમાનાં નુસખા વગેરે જ આયુર્વેદ છે. અને આવું તો ઘણું બધું. પણ હકીકતમાં આયુર્વેદની દવાઓ પણ આડઅસર કરે છે. (જો જાતે જ, ...

આયુર્વેદ કે નુસખાઓ?

Image
બહુ બધા લોકોના મનમાં સવાલ હોય છે કે, " આયુર્વેદમાં જે પ્રયોગ અને નુસખા આપ્યા છે એ કરાય કે નહિ?" જવાબ આયુર્વેદની સંહિતાઓમાં કોઈ જ પ્રયોગ આપ્યા નથી. એ સનાતન સત્ય અને સાબિત થયેલા અને સાબિત કરેલા વૈજ્ઞાનિક ઉપાય છે જે શરીર, મન અને આત્માને સ્વસ્થ રાખે છે. હવે વાત કરીએ પ્રયોગ ની, - આયુર્વેદના નામ થી લખાયેલ પુસ્તકો (જે માત્ર ચીલાચાલુ નુસખાઓ કહે છે,આયુર્વેદ સાથે કોઈ લેવા દેવા નથી.) - યુટ્યુબ પર ની વિવિધ ચેનલ (જેમાં બોલનાર વ્યક્તિને તમને સાંભળવું ગમે એવી વાત કરવામાં જ રસ છે. એ પોતાની પ્રસિદ્ધિ માટે કંઈ પણ ભેળ કે ખીચડી ખવડાવી દે છે) - આયુર્વેદના સ્ટોર પરના વ્યક્તિની સલાહ (એમને પોતાની પ્રોડક્ટ વેચવામાં વધારે રસ હોય અને વધારે મર્જીન વાળી દવાઓ પધરાવવામાં પાવરધા હોઈ શકે) - હું બહુ આયુર્વેદ જાણું છું એવું માનનારા ઊટવૈદ્યની સલાહ (આવા લોકોના કારણે કમરના દુઃખાવા જેવી સામાન્ય બીમારી નાં કોમ્પલિકેશન (ઉપદ્રવ) સ્વરૂપે પેરાલિસિસ(લકવો) થયો હોય એવા દર્દી પણ જોયા છે) - પેલાને આવું કરવાથી સારું થયું તો મને પણ થશે (એક ટ્રાય કરવાની વાત) - વોટ્સ એપ કે અન્ય સોશીયલ મીડિયામાં કરેલા લખાણ (જેમાં લખનાર કોઈ પણ ...